Pushya Nakshatra - B2BJewel.com (પુષ્ય નક્ષ્ત્ર )

  • Home
  • India
  • Ahmedabad
  • Pushya Nakshatra - B2BJewel.com (પુષ્ય નક્ષ્ત્ર )

Pushya Nakshatra - B2BJewel.com (પુષ્ય નક્ષ્ત્ર ) Pushya Nakshatra-2021

પુષ્ય નક્ષત્રની 10 વિશેષ વાતોઃ પુરાણ, જ્યોતિષ અને આરોગ્ય

ખગોળના વિદ્વાનો અનુસાર આપણી આકાશગંગામાં અસંખ્ય ગ્રહ તથા તારાઓ છે. તેમાંથી કેટલાક સૂર્યથી પણ મોટા છે. જ્યોતિષ શાસ્ત્રની માન્યતા અનુસાર તેમાંથી કેટલાક વિશેષ ગ્રહ તથા તારા મનુષ્યો પર પણ પોતાનો પ્રભાવ પાડે છે.

જે પણ ગ્રહ તથા તારાઓ માણસ પર પોતાના શુભ-અશુભ પ્રભાવ પાડે છે, તેની જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવે છે. તે અનુસાર 9 ગ્રહ તથા 27 નક

્ષત્ર મનુષ્યના જન્મથી લઈ મૃત્યુ સુધીનો નિર્ધાર કરે છે. આ નક્ષત્રોમાં પુષ્ય નામનું નક્ષત્ર પણ હોય છે, જેને જ્યોતિષ વધારે શુભ માને છે. આગળ જાણો પુષ્ય નક્ષત્ર વિશે 10 વિશેષ વાતો જે અત્યાર સુધી કદાચ આપ નહીં જાણતા હોય

પ્રાચીન કાળથી જ જ્યોતિષ 27 નક્ષત્રોને આધારે ગણતરીઓ કરે છે. તેમાંથી દરેક નક્ષત્રની શુભાશુભ અસરો માનવજીવન પર પડે છે. નક્ષત્રોના આ ક્રમમાં આઠમા સ્થાન પર પુષ્ય નક્ષત્ર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્ય નક્ષત્રમાં ખરીદવામાં આવેલી કોઈ પણ વસ્તુ વધારે લાંબા સમય સુધી ઉપયોગી રહે છે, તથા પુષ્યને શુભ ફળ આપનાર નક્ષત્ર અને સ્થાયી નક્ષત્ર કહેવામાં આવે છે.

પુષ્યને નક્ષત્રનો રાજા પણ કહે છે. આ નક્ષત્ર સપ્તાહના વારની સાથે મળીને અલગ-અલગ યોગ બનાવે છે. તેનું વિશેષ મહત્વ હોય છે. રવિવાર, બુધવાર, ગુરુવારે આવનારું પુષ્ય નક્ષત્ર વધારે શુભ અસર આપનારું હોય છે. ઋગ્વેદમાં તેને મંગળકર્તા, વૃદ્ધિકર્તા, આનંદકર્તા તથા શુભ કહેવામાં આવ્યું છે.

હિન્દુપંચાંગના દરેક માસમાં પોતાના કર્મ અનુસાર વિભિન્ન નક્ષત્ર ચંદ્રમાની સાથે સંયોગ કરે છે, જ્યારે આ ક્રમ પૂર્ણ થઈ જાય છે તો તેને એક ચંદ્રમાસ કહે છે. આ પ્રકારે દરેક માસમાં પુષ્ય નક્ષત્રનો શુભ યોગ બને છે. દિવાળી પહેલા આવનારું પુષ્ય નક્ષત્ર વિશેષ માનવામાં આવે છે, કારણ કે દિવાળીની ખરીદી માટે તે વિશેષ શુભ હોય છે, જેનાથી જે પણ વસ્તુઓ આ દિવસે આપ ખરીદો છો તે લાંબા સમય સુધી ઉપયોગી રહે છે.

નક્ષત્રોના સંબંધમાં એક કથા પણ આપણા ધર્મગ્રંથોમાં મળે છે, તે અનુસાર આ 27 નક્ષત્ર ભગવાન બ્રહ્માના પુત્ર દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓ છે, આ બધાના વિવાહ દક્ષ પ્રજાપતિએ ચંદ્રમાની સાથે કર્યા હતાં. ચંદ્રનો નક્ષત્રો સાથેનો સંબંધ નિશ્ચલ પ્રેમનું પ્રતિક છે. આ રીતે ચંદ્ર, વર્ષ અનુસાર માસમાં એક દિવસ પુષ્ય નક્ષત્ર સાથે પણ સંયોગ કરે છે.

પુષ્ય નક્ષત્રના દેવતા બૃહસ્પતિ છે, જે હંમેશા શુભ કર્મો કરાવનારા, જ્ઞાનવૃદ્ધિ તથા વિવેક દાતા છે તથા આ નક્ષત્રની દિશાનો પ્રતિનિધિ શનિ છે, જેને સ્થાવર પણ કહે છે, જેનો અર્થ થાય છે, સ્થિરતા. આથી આ નક્ષત્રમાં કરવામાં આવેલું કાર્ય સ્થાયી હોય છે.

પુષ્ય નક્ષત્ર પ્રભાવશાળી તથા માનવ માટે સહયોગી માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર શરીરના પેટ, પાંસળી તથા ફેફસાને વિશેષ રૂપે પ્રભાવિત કરે છે. પુષ્ય નક્ષત્ર શુભ ગ્રહોથી પ્રભાવિત થઈ આ અંગોને દ્રઢ અને પુષ્ટ તથા નિરોગી રાખે છે. જ્યારે આ નક્ષત્ર દુષ્ટ ગ્રહો સાથે મળીને અંગોને બીમાર કે નબળા કરી દે છે.

હિન્દુપંચાંગ અનુસાર જ્યારે પૂર્ણ ચંદ્ર ચિત્રા નક્ષત્રથી સંયોગ કરે છે તો તે માસને આપણે ચૈત્ર નામ આપ્યું છે. આ રીતે જ્યારે પૂર્ણ ચંદ્ર પુષ્ય નક્ષત્રથી સંયોગ કરે છે, તે માસ પોષ નામથી ઓળખાય છે. આ રીતે પુષ્ય નક્ષત્ર વર્ષના 12 માસમાંથી એકને નિર્ધાર કરે છે.

પુષ્ય નક્ષત્રમાં જન્મલેનારા લોકો સર્વગુણ સંપન્ન, ભાગ્યશાળી તથા અતિવિશિષ્ઠ હોય છે. દેખાવમાં આ સુંદર, સ્વસ્થ, સામાન્ય કદ-કાઠીના તથા ચરિત્રમાં વિદ્વાન, ચપળ, સ્ત્રીપ્રિય તથા બોલ-ચાલમાં ચતુર હોય છે. આ નક્ષત્રમાં જન્મ લેનાર જનપ્રિય અને નિયમ પર ચાલનારા હોય છે તથા ખનિજ પદાર્થ, પ્રેટ્રોલ, કોલસો, ધાતુ,પાત્ર, ખનન સંબંધી કાર્ય, કુવા, ટ્યૂબવેલ, જળાશય, સમુદ્ર યાત્રા, પેય પદાર્થ વગેરેમાં સફળતા પ્રાપ્ત કરે છે.

પ્રાચીન જ્યોતિષ ગ્રંથો અનુસાર પુષ્ય નક્ષત્રના માથા પર સૂક્ષ્મ તાર છે, જે કાંતિ વૃત્ત કે વધારે બાજુ-બાજુમાં હોય છે. મુખ્ય રૂપે આ નક્ષત્રના ત્રણ તારા છે, જે એક તીર (બાણ)ની આકૃતિ સમાન આકાશમાં જોવા મળે છે. તેના તીરની અણી ઘણાં સુક્ષ્મ તારાગણના પૂંજથી પ્રકાશિત જોવા મળે છે.

આકાશમાં તેનો ગણિતીય વિસ્તાર 3 રાશિ 3 અંશ 20 કળાથી 3 રાશિ 16 અંશ 40 કળા સુધી છે. આ નક્ષત્ર વિષુવવૃત્ત રેખાથી 18 અંશ 9 કળા 56 વિકલા ઉત્તરમાં સ્થિત છે.

Address

Https://g. Page/OnlineTradeProfit?share
Ahmedabad

Telephone

+919824053541

Website

http://www.b2bjewel.com/

Alerts

Be the first to know and let us send you an email when Pushya Nakshatra - B2BJewel.com (પુષ્ય નક્ષ્ત્ર ) posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pushya Nakshatra - B2BJewel.com (પુષ્ય નક્ષ્ત્ર ):

Share